જો તમારા ઘરમાં પણ આ પ્રકારના વાસ્તુદોષ હોય તો તમારે આ ખાસ ઉપાય કરવા જોઈએ

 

જ્યારે આપણે ઘરનું બાંધકામ કરતા હોય ત્યારે આપણે વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક વખત ઘર બની જાય ત્યાર પછી તેમાં ડોરફોડ કરવી શક્ય હોતી નથી. આના કારણે ઘણી વખત વાસ્તુદોષ થઈ જતા હોય છે. વાસ્તુદોષને દૂર કરવા માટે અમુક સરળ ઉપાયો કરી શકાય છે. તમે અમુક ઉપાય અજમાવીને ઘરમાં વાસ્તુ દોષો ને દૂર કરી શકો છો. જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તમને ઘણી બધી તકલીફો પડતી હોય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી. આ સિવાય પૈસાની તંગી પણ સર્જાઈ શકે છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા જ સરળ ઉપાયો છે જે તમારે કરવા જોઈએ.


        જો તમારું ઘર દક્ષિણમુખી હોય તો તમારે ઘરના મુખ્ય દરવાજા ઉપર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. આનાથી તમારા ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. આ સિવાય જો તમારું રસોડું આગ્નેર ખૂણામાં ન હોય તો તમારે ઈશાન ખૂણામાં યજ્ઞ કરતા ઋષિઓનો ફોટો લગાવવો જોઈએ.

ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે રામ રચિત માનસ અને સુંદરકાંડનો પાઠ કરાવતા રહેવું જોઈએ. ટોયલેટ અને બાથરૂમ સાથે હોય તો પણ વાસ્તુ દોષ ઉભો થાય છે. આવી પરિસ્થિતિમાં તમારે બાથરૂમમાં ભુરા રંગની ડોલ અને મગનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાયો કરીને તમે તમારા ઘરમાં વાસ્તુ દોષને દૂર કરી શકો છો.            દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *