વલસાડમાં ધમાકેદાર વરસાદ

વલસાડમાં ધમાકેદાર વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. વલસાડ તાલુકામાં 158 MM, વાપીમાં 50 MM, પારડી 80 MM વરસાદ વરસ્યો હતો.

વલસાડમાં ધમાકેદાર વરસાદ

વલસાડમાં આજે વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના છીપવાડ, MG રોડ, અબ્રામા વિસ્તાર, તીથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. MG રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.

વલસાડ તાલુકામાં વહેલી સવારે 4 કલાકમાં 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે રોડ-રસ્તા પર પાણી ભરાયાં હતાં તેમજ રસ્તાઓમાં નદીઓ વહેતી થઈ હતી. વીજળીના કડાકાભડાકા સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી પર વેપારીઓ સહિતનાઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે.

વલસાડ જિલ્લામાં રાત્રે પડેલા વરસાદ પર એક નજર કરીએ તો વલસાડ તાલુકામાં 158 MM, વાપીમાં 50 MM, પારડી 80 MM ધરમપુર 23 MM કપરાડા 9 MM અને ઉમરગામ તાલુકામાં 4 MM વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *