Vadodara : વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા મોટી દુર્ઘટના ઘટી છે. સૂત્રો થી મળતી માહિતી મુજબ જણાવીએ કે, બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતાાં. જેની શોધખોળ ચાલુ છે આ તમામ ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતાં.
Vadodara : લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો ખુલાસો
આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો પણ ખુલાસો થયો છે. જો કે, ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે.
Vadodara : પોલાીસ કમિશનરનું નિવેદન
બોટ પલટી જવા મામલે પોલીસ કમિશનર કહ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ 23 બાળક અને 4 શિક્ષક બોટમાં સવાર હતા. લાઈફ જેકેટ પહેરેલા 11 જેટલા લોકોનું રેસ્ક્યૂ થયું છે. જેમાંથી 7 જેટલા લોકોને જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે. જ્યારે અન્ય લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પાણીમાં સેવાળ હોવાથી તરવૈયાઓને મુશ્કેલી પડી રહી છે.