Vadodara : બોટ દુર્ઘટનામાં સ્કૂલે પ્રવાસની મંજુરી લીધી હતી કે નહીં? શાળા માટે શું છે નિયમ, કોની મંજૂરી લેવી જરૂરી

Vadodara : વડોદરા હરણી લેક: 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં 31 લોકો સવાર થયાં! બોટ ઊથલતાં 12 વિદ્યાર્થીઓ 2 લોકોનું મોત થયું છે.

Vadodara : વડોદરાના હરણી લેક તળાવમાં મોટી દૂર્ઘટના બની. સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને ટીચર પ્રવાસે નિકળ્યાં હતાં. એક બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં માત્ર 11 લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં હતાં. માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા 14ની હતી પણ નિયમોનું ઊલંઘન કરતાં બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યાં હતાં. એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો. જેમાં 10 વિધાર્થીઓનું અને 2 ટીચરનું મોત થયું છે. 13 બાળકો અને 2 ટીચરનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5 મોત થયાં જ્યારે 1 બાળકની હાલત ગંભીર છે. હજુ સુધી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા છે. વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આરોપ મૂકવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના પ્રવાસને લઈને શાળા સામે ઉભા સવાલો થયા છે.

શાળાઓ પ્રવાસ બાબતે મંજુરી લીધી હતી કે નહીં?

સ્કુલ દ્વારા પ્રવાસ બાબતે ડીઈઓ કે ડીપીઈઓની મંજુરી લીધી હતી કે નહીં?

શું છે શિક્ષણ વિભાગનાં નિયમો?

(૧)શાળા, કોલેજોના અભ્યાસને વિક્ષેપ ન પહોચે તે મુજબ આયોજન કરવું

(૨) શાળા/કોલેજોના પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્ય/કોલેજના પ્રિન્સીપાલની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવી તથા “મિટી દ્વારા પ્રવાસ માટેના સ્થળની પસંદગી કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ,પ્રવાસના લાભ-ગેરલાભ જોખમો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી સ્થળોની પસંદગી કરવી. એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના કન્વીનર તરીકે નિમણૂક કરવી તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવું.

(૩) શક્ય હોય ત્યાં સુધી સુર્યાસ્ત બાદ અર્થાત રાત્રી મુસાફરી ન કરવી તથા તે મુજબનું જ આયોજન કરવું, પ્રવાસના કી.મીની અને દિવસોની મર્યાદા નક્કી કરવી.

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો ૭.૦૦ (૧૯:૦૦) કલાક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ૮.૦૦ (૨૦.૦૦) કલાક સુધીમાં તથા કોલેજના વિદ્યાર્થીઓ હોય તો ૧૦.૦૦ (૨૨.૦૦) કલાક સુધીમાં રોકાણના સ્થળે મોંડામોડા પહોંચી જવુ.

(૪) વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાને લઇ તે મુજબ પ્રવાસનું આયોજન કરવું. પ્રવાસ દરમ્યાન ઉપયોગમાં લેવાતા વાહનનો RTO દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ RC બુક, ડ્રાઇવરનું લાયસન્સ, વીમો વગેરેની નકલો પૂર્વેથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.

(૫) વાહનમાં ફાયર સેફ્ટીના સાધન, ફર્સ્ટ એઇડ કીટ પુરતા પ્રમાણમાં હોવી જરૂરી છે તથા તેના ઉપયોગની પુરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવી.

(૬ ) જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓની મીટીંગ કરવી, તેમને આયોજનથી અવગત કરાવવા તથા તેમની સંમતિ મેળવવી. જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિત લેવી, સાથે વિદ્યાર્થીઓના મા-પિતા/વાલીના આઇ.ડી પ્રુફ તથા મોબાઇલ નંબર મેળવવા તથા સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.

(૭) પ્રવાસ મરજીયાત રહેશે કોઇપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ ન પાડવી.

(૮) વાહનમાં GPS ટ્રેકીંગ સીસ્ટમ હોય તેવા વાહન પસંદ કરવાં તથા બસ ડ્રાઇવર તથા બસના સ્ટાફ કેફી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાત્રી કરવી, જો દેખિતી રીતે ડ્રાઇવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી. પ્રવાસના વાહનમાં આર.ટી.ઓના પરમીટ મુજબની જ સંખ્યા પ્રમાણે પ્રવાસનું આયોજન કરવું. કોઈપણ સંજોગોમાં મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત ६२५.

(૯) વિદ્યાર્થીઓના રાત્રી રોકાણ માટે આરોગ્યપ્રદ, સ્વચ્છ અને સલામત સ્થાનની પસંદગી કરવી તથા લોજનની ગુણવાત્તાની ચકાસણી કરવી જેથી કોઇ આકસ્મિક ઘટના નિવારી શકાય.

૧૦) વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મીટીંગ કરી, “શું કરવું, શું ન કરવું. તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતિ નો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.

(૧૧) પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતિ જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી યોગ્ય આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવી.

(૧૨) નાણાકીય હિસાબ સ્પષ્ટ પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ અને તેના વાલીને અવગત કરવા.

(૧૩) પ્રવાસ કરવામાં આવે ત્યારે તેની આયોજનની વિગતો પ્રાથમિક શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને કોલેજોએ સંબંધિત યુનિવર્સિટીને જાણ કરવી

(૧૪) સરકારી શાળા/કોલેજો, અનુદાનીત શાળા/કોલેજો, ખાનગી શાળા/કોલેજો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ માટે. રાજ્યની અંદર પ્રવાસ માટે,

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

જિલ્લા શિક્ષણાધિકારી

પ્રિન્સીપાલ ડાયટ

કોલેજના પ્રિન્સીપાલ

(૧૫) સરકારી શાળા/કોલેજો, અનુદાનીત શાળા/કોલેજો, ખાનગી શાળા/કોલેજો વગેરે રશૈક્ષણિક સંસ્થાઓ માટે. રાજ્ય બહારના પ્રવાસ માટે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *