
માંડવી: દેશ અને રાજયમાં કોરોના વાયરસે ફરી પાછું માંથુ ઉચકતા કેન્દ્ર અને રાજય સરકાર સતત ચિંતિત રહેલ છે.કોરોના વાયરસને નાથવા માટે સરકારે સફળતા પણ પ્રાપ્ત કરેલ છે.તેમ છતાં પણ નાગરિકોએ હજી પણ કોરોના વાયરસ સામે બાથ ભીડવા સહયોગી બનવું પડશે તેમ માંડવી નગરપાલિકાના નવનિયુકત અધ્યક્ષા હેતલબેન સોનેજીએ જણાવ્યું હતું .

માંડવી નગરપાલિકા મધ્યે મુખ્ય અધિકારી સંદિપસિંહ ઝાલાની સુચનાથી બીજા રસીકરણ તબકકાનો પ્રારંભ થયો હતો આજે . 94 % જેટલા કર્મચારીઓને વેકશિનનો ડોઝ આપવામાં આવેલ હતો.અધ્યક્ષા હેતલબેન સોનેજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે , કોવિડ ર ૦૧૯ માં જયારે કોરોના વાયરસ પ્રસર્યો હતો ત્યારે આ પાલિકાએ તમામ વિરતારોમાં સેનેટાઈઝર , ડી.ડી.ટી. દવા તેમજ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જે સરાહનીય કામગીરી હતી જેને પગલે માંડવી શહેરમાં ઓછા પ્રમાણમાં કેસો નોંધાયા હતા . કોરોના વાયરસે ફરી પાછું માંથુ ઉંચકતા માંડવી શહેર આ રોગનો ભોગ ન બને તે માટે નાગરિકોએ સોશિયલ ડિસ્ટનનું પાલન કરવું પડશે અને ફરજીયાત માસ્ક પહેરવું પડશે . તેમણે નાગરિકોને જાહેર સ્થળો પર ભેગા નંહિ થવા અને સરકારશ્રીના માર્ગદર્શનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરેલ હતી . હેડ કલાર્ક કાનજી શીરોખા , મુકેશ ગોહિલ , રમેશ ઝાલા , ચિરંજન પટેલ , હિતેશ કટ્ટા , જયેશ ભેડા , પ્રિતીબેન સંઘવી , હરેશ ગઢવી , ધવલ જેઠવા , જિતેશ ખેતાણી , વૃજેશ પારિયા , રાયશી મહેશ્વરી , ભુપેન્દ્ર સલાટ , સહિતના કર્મચારીઓએ રસીકરણ ડોઝ લીધેલ હતુ . નગર સેવકો શ્રીમતિ જિજ્ઞાબેન હોદાર , વિશાલ ઠકકર , પારસ માલમ , ઉપસ્થિત આ પ્રસંગે રહયો હતો , ડૉ.મનિષ પટેલના માર્ગદર્શન હેઠળ દિપિકાબેન પટેલ , હૈતાલીબેન ચાવડા , નિતિનભાઈ સેંઘાણી , હેમરાજ ગઢવી , દિપાબેન ભાનુશાલીએ સેવા આપેલ હતી .
