ગાંધીનગર…
ગુજરાતીઓ દરેક તહેવારને ધામધુમથી ઉજવે છે, ત્યારે ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીક જ છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે એકઠા થવા મુદ્દે એક મોટો નિર્ણય લીધો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, તેમજ એક ધાબા પર 50 લોકોને ભેગા થવાની મંજુરી આપવામાં નહી આવે.
આ પહેલાં ગુજરાત સરકાર પાસે હાઈકોર્ટે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારોમાં કોરોનાના નિયમોનું પાલન કરવાની ખાતરી માંગી હતી. કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. આ અરજી અંગે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. માટે ઉતરાયણને લઈને પણ સરકાર દ્વારા યોગ્ય માર્ગદશીકા બહાર પાડવામાં આવશે.