Uttarakhand : ઉત્તરાખંડના હલદ્વાનીમાં મદરેસા-મસ્જિદ તોડવા પર ગયેલી ટીમ-પોલીસ પર પથ્થરમારો કરનાર ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Uttarakhand : ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ તોડવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો કરનાર અરાજક તત્વોની હવે પીપૂડી વાગી જવાની. સીએમ ધામીએ દેખો ત્યાં ઠારનો આદેશ આપી દીધો છે. રાજ્ય સરકારે હલદ્વાનીમાં કર્ફ્યૂ પણ જાહેર કરી દીધો છે અને ઉપદ્વવીઓને કડક હાથે ડામી દેવાનો પોલીસને આદેશ અપાયો છે. સાથે તોફાનીઓની સામે UAPA હેઠળ કાર્યવાહીનો પણ આદેશ છે.
Uttarakhand : શું હતી ઘટના
હલદ્વાનીના મલિકા ગાર્ડન સ્થિત ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ તોડવાના મામલે જોરદાર બબાલ મચી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ટીમ દ્વારા અતિક્રમણ હટાવવાના વિરોધમાં વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધડાધડ પથ્થરમારો કરવા લાગ્યાં હતા જેમાં 10 પોલીસ કર્મચારીઓ અને એક મહિલા ઘાયલ થયા હતા. રોષે ભરાયેલા ટોળાએ વંભુલપુરા પોલીસ સ્ટેશન, વાહનો અને બસોને આગ ચાંપી દીધી હતી. પોલીસ ટીમે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.