USA : ટેક્સાસના ડલાસ, એલેનમાં મોલ પાસે એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 8 લોકોના મોત થયા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર ફાયરિંગમાં કેટલાય લોકો ઘાયલ થયા છે જેમાં ઘણાં બાળકો પણ સામેલ છે. જો કે, પોલીસે હવે શંકાસ્પદને ઠાર કરી મોલને સુરક્ષિત કરી લીધો છે.
હુમલામાં 8 લોકોના મોત
એલન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે મોલમાં સક્રિય તપાસ કામગીરી હાથ ધર્યા પછી ઘણી USA સુરક્ષા એજન્સીઓની સહાયથી મોલને સુરક્ષિત કરવામાં મદદ મળી છે. હવે કોઈ સક્રિય ખતરો નથી. ગોળીબારમાં જે સાત લોકો ઘાયલ થયા હતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જેમાંથી 3ની હાલત ગંભીર જણાવાઇ છે.
અગાઉ 3 મેના રોજ એટલાન્ટામાં મેડિકલ સેન્ટરના 11મા માળે વેઇટિંગ રૂમમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યા બાદ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા.