US President Biden : અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન કાલે ભારત આવશે

US President Biden will come to India tomorrow : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આવતીકાલે એટલે કે 8 સપ્ટેમ્બરે 3 દિવસના પ્રવાસે ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. તેઓ સાંજે એરફોર્સ-1થી દિલ્હી પહોંચશે. વડાપ્રધાન મોદી પણ તેમને રિસીવ કરી શકે છે. 8 સપ્ટેમ્બરે બાઈડન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. અગાઉ વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે તેઓ 7 સપ્ટેમ્બરથી દિલ્હીના પ્રવાસે હશે.

US President Biden will come to India tomorrow

હવે વ્હાઇટ હાઉસે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે તેઓ અમેરિકાથી જર્મનીના રામસ્ટેઇન શહેર જશે. ત્યાંથી ભારત આવશે. આ પછી તેઓ 9-10 સપ્ટેમ્બરના રોજ G-20 સમિટમાં ભાગ લેશે. બાઈડનને દિલ્હીની ITC મૌર્ય હોટલમાં આવાસ આપવામાં આવશે. બાઈડનની સુરક્ષા માટે અમેરિકાની સિક્રેટ સર્વિસની ટીમ 3 દિવસ પહેલાં ભારત પહોંચી ગઈ છે.

બાઈડન સિક્રેટ સર્વિસના 300 કમાન્ડોની સુરક્ષા હેઠળ રહેશે. દિલ્હીના રસ્તાઓ પર નીકળનાર સૌથી મોટો કાફલો પણ તેમનો જ હશે, જેમાં 55-60 વાહનો સામેલ હશે. તો મીડિયા અહેવાલો પ્રમાણે, બાઈડન માટે વિશ્વની સૌથી સુરક્ષિત કાર ‘ધ બીસ્ટ’ પણ ભારત લાવવામાં આવી રહી છે. આ કારમાં બેસીને તેઓ G-20 સમિટ માટે જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *