દુનિયાના દરેક ખૂણામાં ભારતીય લોકો નામ બનાવી રહ્યા છે સાથે જ ભારતીય મૂળના લોકો વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બાદ હવે અમેરિકામાં પણ ભારતીય તેની છાપ છોડવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે ભારતીય-અમેરિકન રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે.
બાઈડનને બીજો કાર્યકાળ મળવો સંભવ નથી
એક ઇન્ટરવ્યુ દરમિયાન કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર નિક્કી હેલીએ કહ્યું હતું કે, તેને લાગે છે કે દેશને નવી દિશામાં લઈ જવા અને યુએસ પ્રમુખ બનવા માટે “નવી નેતા” બની શકે છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડનને બીજો કાર્યકાળ મળવો સંભવ નથી, બીજી બાજુ તેઓ સંભવિત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારીમાં છે
અમેરિકાની નવી નેતા બની શકે છે નિક્કી
51 વર્ષીય નિક્કી હેલીએ વાતચીત દરમિયાન આગળ કહ્યું હતું કે “હું અહીં કોઈ જાહેરાત નથી કરવા જઈ રહી”. જોકે એમને ઈશારામાં એવો સંકેત આપ્યો હતો કે કે તે અમેરિકાની નવી નેતા બની શકે છે. આ સાથે જ હેલીએ વધુમાં કહ્યું હતું કે ગવર્નર અને એમ્બેસેડર તરીકે તેમણે શાનદાર કામ કર્યું છે. રાજ્યપાલ તરીકે બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહેલા રાજ્યના પડકારને સ્વીકારીને તેને શ્રેષ્ઠ રાજ્ય બનાવ્યું છે.
કોણ છે નિક્કી હેલી
યુનાઇટેડ નેશન્સ (UN) માં રાજદૂત અને દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર રહેલ નિક્કી હેલીનો જન્મ 20 જાન્યુઆરી 1972ના રોજ અમેરિકામાં એક ઇમિગ્રન્ટ પંજાબી પરિવારમાં થયો હતો અને એ સમયે એમનું નામ નિમ્રતા નિક્કી રંધાવા હતું અને પછીથી તેને ખ્રિસ્તી ધર્મ અપનાવીને માઇકલ હેલી નામના અમેરિકન માણસ સાથે લગ્ન કર્યા હતા, માઇકલ હેલી આર્મી નેશનલ ગાર્ડમાં કેપ્ટન છે.
નાની ઉંમરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા
જણાવી દઈએ કે નિક્કી હેલીએ નાની ઉંમરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા જેમ કે વર્ષ 2010માં તે લઘુમતી સમુદાયમાંથી પહેલી ગવર્નર બની હતી અને આ સાથે અમેરિકાની સૌથી યુવા ગવર્નર બનવાનો રેકોર્ડ પણ હેલીના નામે છે. વર્ષ 2018 માં ટ્રમ્પ સાથે કેટલાક મતભેદોને કારણે એમને યુએન એમ્બેસેડર પદ પરથી રાજીનામું આપ્યું હતું.