UP/ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશ ટૂંક સમયમાં જ દેશમાં સૌથી વધુ સંખ્યામાં ઘરેલુ ફ્લાઈટ સેવાઓ ધરાવતું રાજ્ય બનશે.
ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2023માં પોતાના સંબોધનમાં સિંધિયાએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં અગાઉ માત્ર બે જ એરપોર્ટ હતા, પણ આજે 9 એરપોર્ટ કાર્યશીલ છે. આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં નવા 21 એરપોર્ટ બનાવવામાં આવનાર છે. એમાંના 10 તો અત્યારે બંધાઈ રહ્યા છે. વધુ બે માટેનું લેન્ડ સર્વે કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. મથુરા, અયોધ્યા અને કાશી શહેરોમાં પણ એરપોર્ટ બનાવવામાં આવશે. આને લીધે આ રાજ્ય દેશમાં પ્રવાસ-પર્યટનનું કેન્દ્ર બની જશે.