ઉના મરીન પોલીસે મોબાઈલ ચોરને ઝડપ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિંહ ચાવડા સાહેબશ્રી જુનાગઢ રેન્જ, જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ જી.ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર સાહેબ વેરાવળ વિભાગ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને આવા પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,
જે અનુસંધાને પો.ઇન્સ.એન.કે.ગોસ્વામી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ માનસિંહ તથા પ્રદિપસિંહ હરિસિંહ તથા પો.હેડ.કોન્સ.પાચાભાઇ પુંજાભાઇ તથા અભેસિંહ ભવાનભાઇ તથા પો.કોન્સ.કૌશિકભાઇ અરશીભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ એ રીતેના પો.સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન એ.એસ.આઇ પ્રદિપસિંહ હરિસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે,ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૨૧૩૦૨/૨૦૨૨ ઇ.પી.કો.૩૭૯ મુજબના ગુન્હામાં ગયેલ મોબાઇલ નવાબંદર ગામે રહેતો સરાફત અનવરહુસૈન બહારૂની સૈયદ વાળા પાસે છે અને હાલ તે ત્રિકોણ બાગ પાસે ઉભેલ છે તેવી હકિકત મળતા તુરત જ સદરહુ જગ્યાએ જઇ જોતા હકિકત વાળો ઇસમ ઉભેલ હોય જેથી મજકુર ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ સરાફત અનવરહુસૈન બહારૂની સૈયદ મુસ્લીમ ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે નવાબંદર ઝાપાવાડી તા.ઉના જી.ગીર સોમનાથ જેની પુછ પરછ કરી અંગ ઝડતી તેમની પાસેથી (૧) વિવો કંપનીનો વી-૧૭ મોબાઇલ મળી આવેલ જેમના IMEI નં.865796045105282 હોય જે ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ હોય જેને પોકેટકોપ મોબાઇલમાં ની મદદથી શોધી કાઢેલ છે. જેની આશરે કી.રૂ.૭,૦૦૦/- ગણી જે અંગે ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૨૧૩૦૨/૨૦૨૨ ઇ.પી.કો.૩૭૯ વિ.મુજબના કામે ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરી ઉના પોલીસે ચોરીનો ગુન્હો શોધી કાઢેલ છે.