UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું 73 વર્ષની ઉમેરે શુક્રવારે નિધન થયું છે.રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.
રાષ્ટ્રપતિના નિધન બાદ સરકાર દ્વારા 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ 40 દિવસ સુધી અડધો ઝુકાવેલો રાખવામાં આવશે. રાષ્ટ્રીય શોકની સાથે સાથે દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રો માટે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
શેખ ખલિફા 3 નવેમ્હરના 2004થી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિના પદ પર હતા. 2019મા તે ચોથી વાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા. તેમને તેમના પિતાના ઉત્તરાધિકારીની રીતે ચૂંટવામાં આવ્યા હતા.ઘણા ઇસ્લામી રાષ્ટ્રની સાથે સાથે મોટા મોટા દેશોએ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.