
U19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતનો સૌથી મોટો સ્કોર, ઈંગ્લેન્ડને જીત માટે 412 રનનો ટાર્ગેટ, વૈભવ સૂર્યવંશીની 175 રનની ઈનિંગ
U19 ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની ફાઈનલમાં ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલા આ મહામુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 411 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. આ ફાઈનલ મેચમાં ભારતે એટલો મોટો સ્કોર બનાવ્યો છે જે અત્યાર સુધીના અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાઈનલ મેચનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આમ, ભારતે ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 412 રનનો પહાડ જેવો લક્ષ્યાંક રાખ્યો છે.
U19 વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક 175 રનની ઈનિંગ
U19 આ ઐતિહાસિક સ્કોર પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે.
U19 ભારતીય બેટરોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું, જેને કારણે ટીમ 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. હવે ઈંગ્લેન્ડ સામે 412 રનનો પીછો કરવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. ભારતીય બોલરો જો શિસ્તબદ્ધ બોલિંગ કરશે, તો ભારત ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહેશે. સમગ્ર ક્રિકેટ જગતમાં અત્યારે વૈભવ સૂર્યવંશીની આ ઈનિંગ અને ભારતના આ રેકોર્ડ સ્કોરની ચર્ચા થઈ રહી છે.