ગાંધીનગર જિલ્લામાં એક પછી એક ક્રાઇમની ઘટનાઓ બની રહી છે.ચોરીઓ પછી લૂંટ, અને હવે અપહરણ ત્યારે જિલ્લાની પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.ગાંધીનગર નજીક આવેલ અડલજથી ઝૂંડાલ તરફ જતા રોડ પર પેંડલ રીક્ષામાં બાંધેલા ઝૂલામાં સુઈ રહેલા બે માસ આઠ માસના બાળકનું અજાણ્યા ઈસમો અપહરણ કરી ફરાર થઈ ગયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. પોલીસ CCTV ના આધારે તપાસ શરૂ કરી છે.
દપંતીએ બે માસના દીકરાને શોધવા આસપાસના વિસ્તારમા કરી શોધ ખોળ કરી
છૂટક મજૂરી કરતો પરિવાર બે વર્ષથી પરિવાર સાથે અડાલજ ત્રી મંદિરની સામે મહાકાળી હોટલની પાછળ છાપરામાં રહે છે. અને મૂળ વતન રાજસ્થાનના છે.અને પરિવાર સાથે બે વર્ષથી અહીં રહે છે.ગઈ કાલે સવારના સમયે દીકરો રાકેશ તેની બાઈક વાળી ગાડી લઈ તેની પત્ની તથા દીકરા દિપક તેમજ તારાને લઈને જુદી જુદી જગ્યાએ કાગળ મેળવવા માટે નીકળ્યા હતા જ્યારે મીઠુંનાથ કલોલ મુકામે ભાણીને ત્યાં બેસણામાં ગયા હતા.બપોરે ઘરે આવી ગયા હતા રાકેશ અને તેની પત્ની ગાયત્રીએ અડાલજ ઝૂડાલ તરફ જતા રોડ ઉપર શાંતિવન બંગલોઝ 1 થી 2 વિસ્તારમાં કાગળ મેળવવા માટે ગયા હતા ત્યારે રસ્તા પર પેન્ડલ સાયકલ મૂકીને ઝૂલો બનાવીને દીપકને સુવડાવ્યો હતો અને સાત વર્ષીય તારા તેનું ધ્યાન રાખી રહી હતી અને તારાને તરસ લાગતા બાજુમાં પાણી પીવા ગઈ હતી અને આવીને જોયું તો દિપક ઝૂલામાં હતો નહીં આ વાત સાંભળી દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓએ આજુ બાજુમાં શોધ ખોળ કરી હતી પરંતુ દીપકનો કોઈ કયાંય કોઈ પત્તો લાગ્યો નહીં,દાદાએ અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી CCTV ના આધારે તાપસ હાથ ધરી છે.અડાલજ પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે.