Twitter : ‘ટ્વિટર બ્લૂ’ સબ્સક્રાઇબર અપલોડ કરી શકશે 2 કલાકનો વીડિયો, આટલા GBની મર્યાદા

Twitter : હવે ‘ટ્વિટર બ્લૂ’ સબ્સક્રાઇબર ટ્વીટર પર બે કલાકના વિડીયો અપલોડ કરી શકશે. એલન મસ્કએ મોટી જાહેરાત કરી છે.

Twitter : બ્લુ ટિક subscriber ને આપી ટ્વિટરમાં નવી સુવિધા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના Twitter માલિક એલન મસ્કે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. એલન મસ્કે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી જાહેરાત કરતા જણાવ્યું કે હવે Twitter ‘ટ્વિટર બ્લૂ’ સબ્સક્રાઇબર સબસ્કાઈબર ટ્વીટર પર બે કલાકના વિડીયો અપલોડ કરી શકશે. જેમાં 8 જીબીની મર્યાદા અપાઈ છે.

શું છે ટ્વિટર બ્લુ?

તાજેતરમાં ટ્વિટરે Twitter પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી તાજેતરમાં ભારતમાં પણ તેની શરૂઆત થઇ છે. આ હેઠળ આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકે છે.

બ્લુ ટિક માટે કેટલો ખર્ચ થશે?

જો કોઈ યુઝર બ્લુ ટિક માટે ટ્વિટર Twitter બ્લુ પર સબસ્ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 નક્કી કરાયા છે.

ટ્વિટર પર હવે ત્રણ પ્રકારની ટિક
અગાઉ ટ્વિટર Twitter પર વેરિફાઈડ એકાઉન્ટ પર માત્ર બ્લુ ટિક આપવામાં આવતી હતી. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે. ટ્વિટર Twitter સરકાર સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *