અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે ગમખાર અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ડ્રાયવરનું મોત થયું છે. જ્યારે અન્ય એક ઘાયલને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઇવે પર એક કલાક સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો. સૂત્રો થી મળતી માહિતી અનુસાર રાત્રે સવા નવ વાગ્યા આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલો ટ્રેલર રોડની સાઇડમાં ઉભા રહેલા આઇસરની પાછળ ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતને કારણે ટ્રેલરની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી હતી. જેમાં ટ્રેલર (GJ-12-AT-9104) નો ડ્રાયવર નરેશ મહંતો જીવતો સળગી ગયો હતો.