TRADITIONAL FAIR IN BHUJ : ભુજના હમીરસર તળાવે સાતમ-આઠમના તહેવારે રવિવાર સુધી પરંપરાગત મેળો

TRADITIONAL FAIR IN BHUJ : ભુજ શહેરના હમીરસર તળાવ કિનારે રાજાશાહી યુગથી ચાલી આવતા સાતમ-આઠમના મેળાનો ગઈકાલે સાંજથી પ્રારંભ થયો છે. મેળામાં મોટી સંખ્યામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો ઉમટ્યા છે.

નગરપાલિકા પ્રમુખ રશ્મિકાબેન સોલંકી અને કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મેળામાં વિવિધ મનોરંજનના સાધનો ઉપલબ્ધ છે. હંગામી બજારમાં કટલેરી, ઇમિટેશન, ગૃહ સજાવટ અને તૈયાર વસ્ત્રોની દુકાનો છે. બાળકો માટે રમકડાંના વિશેષ સ્ટોલ્સ પણ છે.

મુલાકાતીઓ પરિવાર સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને લોકસંસ્કૃતિના દૃશ્યોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. લોકોની સુરક્ષા માટે 50 પોલીસ કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગની ટીમ પણ તૈનાત છે. સારા વરસાદ બાદ યોજાયેલા આ મેળામાં લોકોની ભારે ભીડ જામી રહી છે. મેળો રવિવાર સુધી ત્રણ દિવસ માટે ચાલશે. આ પરંપરાગત મેળો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.