ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધારે વિકટ અને 5000થી વધારે રન બનાવવાનો અસાધારણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે કપિલ દેવે
ભારતના લીજેન્ડરી બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનો આજે જન્મદિવસ છે. ફેસબુક અને ટ્વીટર પર આજે કપિલ દેવના પ્રશંસકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યા છે.1983 ના વિશ્વ કપ ક્રિકેટમાં 175 રનની યાદગાર ઇનિંગ્સથી ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર અદભૂત ક્રિકેટર કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં 434 અને વન-ડેમાં 253 વિકેટ લીધી છે. ભારતના મહાન ક્રિકેટરો સચિવ તેંડુલકર, વિરાટ કોહલી અને સુરેશ રૈના તથા બીસીસીઆઇ એ પણ લીજેન્ડરી કપિલ દેવને ટ્વીટરના માધ્યમથી શુભેચ્છા પાઠવી.
આ અસાધારણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે કપિલ દેવે
તમને જણાવી દઈએ કે 1959માં આજના જ દિવસે કપિલ દેવ રામલાલ નિખંજનો જન્મ ચંદિગઢમાં થયો હતો. કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધારે વિકટ અને 5000થી વધારે રન બનાવવાનો અસાધારણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કપિલ દેવે વર્ષ 1983માં ભારતને પહેલી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું. તેમનું આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કરિયર 16 વર્ષનું રહ્યું. તે સમયમાં તેમણે 131 ટેસ્ટ મેચ રમી.