TMC / લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. હવે આ સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ દિલ્હીથી 6 દિવસથી ગાયબ છે. ગુરુચરણના પિતા હરજીત સિંહે દિલ્હી પોલીસ સ્ટેશનમાં દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યો હતો. જોકે, તે દિલ્હીમાં પણ નથી અને મુંબઈ ઘરે પણ આવ્યો નથી. દીકરો મુંબઈ ના પહોંચતા અંતે ગુરુચરણના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભિનેતા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો હતો. એટલું જ નહીં તે આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યો હતો.
TMC / ATMમાંથી 7 હજાર ઉપાડી લીધા અને પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો
TMC / પોલીસે જણાવ્યું કે ગુરુચરણે 22 એપ્રિલના રોજ એટીએમમાંથી 7,000 રૂપિયા ઉપાડી લીધા હતા, ત્યારપછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. તેનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમમાં તેના ઘરથી થોડા કિલોમીટર દૂર મળી આવ્યું હતું.
TMC / પોલીસ ઘરની આસપાસના સીસીટીવી સ્કેન કરી રહી છે
આ સિવાય પોલીસને પાલમ વિસ્તારમાંથી કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે જેમાં એક્ટર બેગ લઈને રોડ ક્રોસ કરતો જોવા મળે છે.
TMC / હવે પોલીસ તેના ઘરની આસપાસના બાકીના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે જેથી તે જાણવા માટે કે તેણે દિલ્હી એરપોર્ટ પહોંચવા માટે કયો રસ્તો અપનાવ્યો હતો.
TMC / AICWAએ અપીલ કરી હતી
દરમિયાન ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) ના પ્રમુખ અને સ્થાપક સુરેશ શ્યામલાલ ગુપ્તાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને આ મામલાને વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે. ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર બોલિવૂડ અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગુરુચરણના પરિવારની સાથે છે.
TMC / 22મી એપ્રિલથી કોઈ માહિતી નથી
અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઈ માટે રવાના થયા હતા, ત્યારબાદ તેમના તરફથી કોઈ સમાચાર નથી. આ કેસમાં ગુરુચરણના પિતા હરગીત સિંહે 25 એપ્રિલે બપોરે 3 વાગ્યે દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
TMC / બે-વાર શો છોડ્યો
ગુરુચરણ 2008થી આ શો સાથે જોડાયો હતો. 2013માં તેણે આ શો છોડી દીધો હતો. 2014માં પબ્લિક ડિમાન્ડને કારણે ગુરુચરણ ફરી શોમાં જોડાયો હતો. છ વર્ષ સુધી કામ કર્યા બાદ 2020માં ગુરુચરણે ફરી આ શો છોડી દીધો હતો. હવે તેના સ્થાને બલવિંદર સિંહ સૂરી, રોશન સિંહનું પાત્ર ભજવે છે. શો છોડ્યા બાદ ગુરુચરણ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળ્યો નથી. તેણે કહ્યું હતું, ‘જુઓ, મારા પિતાની તે સમયે સર્જરી થવાની હતી અને તે કારણે મેં શો છોડ્યો હતો, અન્ય કેટલીક બાબતો પણ હતી અને મારે તેના પર ધ્યાન આપવાનું હતું. જીવનમાં આગળ વધવાનું હતું અને બીજા કારણો પણ હતા. જોકે, તે આ અંગે વાત કરવા માગતો નથી.’
TMC / લોકડાઉન બાદ દિલ્હીમાં માતા-પિતા સાથે હતો
પછી 2020માં લોકડાઉન દરમિયાન પિતાની સંભાળ લેવા માટે ફરીથી શો છોડી દીધો. એક્ટિંગથી દૂર રહ્યા બાદ ગુરુચરણ દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહે છે.
જેનિફરના સમર્થનમાં કોર્ટમાં જુબાની આપવાનો હતો
જેનિફરે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ કર્યો હતો. જેનિફરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ગુરુચરણે જ સિંગાપોરમાં અસિત મોદીના ખરાબ વર્તનથી મને મને બચાવી હતી. અસિત મોદી જ્યારે મારી સાથે ફ્લર્ટ ને ટચ કરવાની ટ્રાય કરી ત્યારે ગુરુચરણ જ વચ્ચે આવ્યો હતો અને અસિત મોદીને દૂર રહેવાની ચીમકી આપી હતી. તેને અસિત મોદીની હરકતોની જાણ હતી. મે, 2023માં ગુરુચરણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મીડિયામાં કંઈ નહીં બોલે, પરંતુ કોર્ટમાં જરૂરથી જુબાની આપશે.’
‘અચાનક પોતાની વાતથી ફરી ગયો’
જેનિફરે વધુમાં કહ્યું હતું, ‘અચાનક 9 જૂન, 2023માં ગુરુચરણે મને ફોન કરીને મળવા બોલાવી. તેણે મને કહ્યું કે અસિત મોદીએ તેના સાડા ત્રણ વર્ષના બાકી પૈસા આપી દીધા છે. મને તેની વાત પરથી જ ખ્યાલ આવી ગયો કે હવે તે મારા માટે જુબાની આપશે નહીં. તેણે મને એવું પણ કહ્યું કે તે મારી ને અસિત વચ્ચે સમાધાન કરાવી શકે છે. મને ગુરુચરણની વાતો સાંભળીને આંચકો લાગ્યો, કારણ કે પોલીસે પણ કોઈ એક વ્યક્તિને વચ્ચે રાખીને સમાધાન કરવાની સલાહ આપી હતી.