Dwarka : દ્વારકા માં આહીરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

Dwarka : આજે સવારે 5:00 વાગે બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભી બેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીરની તાલે પારંપરિક રાસ પૂર્ણ થયા. સવારે 8 વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે 10:30 સુધી સતત દોઢ કલાક સુધી ચાલ્ચા ત્યાર બાદ હવે રૂક્ષ્મણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી નીકળશે. મહારાસને જોવા 2 લાખથી વધુ લોકો ઉમટ્યાં હતા. શંકરાચાર્યના પ્રતિનિધિ દ્વારા શાંતિ સંદેશ આપવામાં આવ્યો.

Dwarka : આજે આહીરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. દેશના ખૂણે-ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીર બહેનો આજે રાસ રમવા દ્વારકા પધારી છે. એકસાથે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37000 આહીરાણીઓ ગરબો લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જયો. ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ રાસ જગવિખ્યાત છે. તેમજ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ રમ્યાં હતાં અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ. આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે આ મહારાસ યોજાયો છે.

Dwarka : મહારાસની આગલી રાત્રે બેડારાસ રમાયા
મહારાસની આગલી રાત્રે જાગરણ કરવામાં આવ્યું હતું. જેમાં માલદે આહીર દ્વારા લખાયેલા શ્રી કૃષ્ણની લીલાઓ પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સભીબેન આહીર દ્વારા વ્રજવાણી રાસની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડારાસ રચવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ આહીર સમાજના કલાકારોએ ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી હતી.

Dwarka : જગતમંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન
મહારાસને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. આખીલ ભારતીય મહારાસ સંગઠન દ્વારા દ્વારકા જગતમંદિર અદભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે. મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશનીથી જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે. જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા અને રોમાંચકતાનો અનુભવ કરે છે. સમગ્ર દ્વારકામાં હાલ કૃષ્ણમય ભક્તિનો માહોલ જામ્યો છે.

Dwarka : 800 વીઘા જમીનમાં ભવ્ય મહારાસ
દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા રુકિ્મણી મંદિરની બાજુમાં આહીર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાની જમીન પર આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

Dwarka : બહોળી સંખ્યામાં લોકો મહારાસમાં જોડાયા
આ ભવ્ય કાર્યક્રમમાં આહીર સમાજના અગ્રણી કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમ માડમ, જવાહર ચાવડા, ધારાસભ્ય ભગવાન બારડ, ધારાસભ્ય હેંમત આહીર, પ્રવિણ માડમ, વિક્રમ માડમ, ધારાસભ્ય ત્રીકમ છાંગા, વાસણભાઈ આહીર, ઉદ્યોગપતી બાબુભાઈ હુંબલ, પ્રદેશ ભાજપના મંત્રી રધુ હુંબલ, મુળુભાઈ કંડોરીયા, અંબરિષ ડેર, ભરત ડાંગર, ભીખુ વારોતરીયા, તેજાબાપા કાનગઢ, કરશન બોચીયા સહિત મોટી સંખ્યામાં આહીર સમાજ તેમજ અન્ય સમાજના લોકો હાજર.

Dwarka : આહીરાણી મહારાસ માટે આવનાર 37 હજાર બહેનોને રહેવા માટે દ્વારકાની તમામ ધર્મશાળાઓ, દરેક સમાજની સમાજવાડી, હોટલો હાલ બુક કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં રહેવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે. મહારાસ જોવા આવનાર લોકો માટે પણ રહેવાની સુવિધા ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે. કેટલાક લોકોએ જાતે જ હોટલ બુક કરાવી સ્વયં રહેવાની વ્યવસ્થા અગાઉ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *