આંતરાષ્ટ્રીય મિલેટ (millet) વર્ષની ઉજવણી અંતર્ગત, 15મે થી 15 જૂન સુધી ટેકાના ભાવે મિલેટની ખરીદી કરવામાં આવશે તેમજ 15 મેથી 31 મે સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે ગુજરાતના ધરતી પુત્રો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.આંતરાષ્ટ્રીય મિલેટ (millet) વર્ષે નિમિતે રાજ્ય સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લીધો છે કે, 15 મેથી 15 જૂન સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે.
Crime king news: રાજ્ય માં વહેલી સવારથી વરસાદી માહોલ
બાજરી 2650 તેમજ જુવાર 3290 અને રાગી 3878ના ભાવે ખરીદી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે ખરીદી માટેની નોધણીની મુદતમાં પણ વધારો કરાયો છે. 15 મેથી 31 મે સુધી ખેડૂતો નોધણી કરાવી શકશે. ખેડૂત ખાતેદારો ગ્રામ્ય વિસ્તારના ઈ ધારા કેન્દ્રમાં નોધણી કરાવી શકશે. તેમજ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય (millet) મીલેટ વર્ષ’ તરીકે ઉજવી રહ્યું ત્યારે તેના ઉપલક્ષમાં ગુજરાતમાં પ્રથમ વખત ઘઉંની સાથે સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.