કોરોનાની વેક્સિનની પોઝિટિવ અસર,શેરબજાર માં તેજી…

દેશમાં બે કોરોના વેક્સિનની મંજૂરી મળવાને કારણે સેન્સેક્સે આજે પહેલીવાર 48 હજારની સપાટી વટાવી છે. ઈન્ડેક્સ 238 પોઈન્ટ વધીને 48,107ની સપાટીએ અને નિફ્ટી 72 પોઈન્ટ વધીને 14,091ની સપાટીએ પહોંચી ગયા છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 190 લાખ કરોડને પાર થઈ ગઈ છે. ઈન્ડેક્સની તેજીને ICICI બેન્ક, SBI, બજાજ, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લીડ કરી રહ્યા છે.
76 ટકા શેરોમાં તેજી
બજારમાં ચારેય બાજુ ખરીદીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 190 લાખ કરોડને પાર થઈ ગઈ છે. સોમવારે એક્સચેન્જમાં 2,330 કંપની વેપાર કરી રહી છે, જેમાં 76 ટકા શેરોમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે.
નિફ્ટી 14,100ને પાર
બીજી બાજુ, નિફ્ટી પણ રેકોર્ડ સ્તર પર વેપાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ 82.65 અંકોની તેજી સાથે 14,101.15 પર વેપાર કરી રહ્યો છે. ટાટા મોટર્સના શેર 2.76 ટકા ઉપર 191 રૂપિયાના ભાવે વેપાર કરી રહ્યો છે. એ સિવાય ટાટા સ્ટીલ અને હિન્દાલ્કોના શેર પણ 2-2 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે. તેજીને મેટલ શેર પણ લીડ કરી રહ્યા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 2.18 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *