માંડવી મુંદ્રા ના લોકોએ આમ આદમી પાર્ટીને આપ્યું ઉષ્માભર્યું આવકાર
માંડવી મુંદ્રા ના લોકો આમ આદમી પાર્ટી ને આવકારી રહ્યા છે.આમ આદમી પાર્ટી ના કૈલાશદાન ભાઈ ગઢવી માંડવી મુંદ્રા ના ગામો નો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આમ લોકો આમ પાર્ટી ના ઉમેદવારનો ભવ્ય સ્વાગત કરી આવકારી રહ્યા છે.
આમ આદમી કાર્યકરો દ્વારા માંડવી મુંદ્રા શહેર માં ગેરંટી કાર્ડ રજીટ્રેશન ની કામગીરી હાથ ધરાઈ રહી છે.જેમાં આરોગ્ય ,શિક્ષણ અને વીજળી ની સાથે અન્ય જીવન જરૂરિયાત ની સુવિધા ને સરળ બનાવવા ની વાત સાથે ના પ્રચાર ને આમ લોકો આવકારી રહ્યા છે.
આપ પાર્ટી માંડવી- મુન્દ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાશ ભાઈ ગઢવી ,અભાભાઈ મેઘરાજ ગઢવી, કેશવભાઈ મગન ગઢવી , દેવેન્દ્ર જોષી સહિત આપ આગ્રણીઓ જનસંપર્ક અભિયાન માં જોડાયા છે.
આમ આદમી પાર્ટી તરફથી લોકો ને ગેરંટી કાર્ડ આપ્યા હતા ગ્રામજનો એ કાર્ડ સ્વીકારી અને કમગીરી પૂર્ણ કરવા ની ખાત્રી કૈલાશદાન ભાઈ ને આપી હતી.