૪ વ્હીલર વાહન ચાલકો માટે પસંદગીના નંબર મેળવવા ૮મી માર્ચ સુધી અરજી કરવી

ભુજ, શુક્રવાર
જિલ્લાના ૪ વ્હીલર કાર (એલ.એમ.વી.કાર) વાહન ચાલકો માટે પસંદગીના નંબર મેળવવા જીજે-૧૨-FA- 0001 TO 9999 ની સીરીઝમાં બાકી રહેલ સિલ્વર ગોલ્ડન નંબરો માટે રીઓકશનની ઓનલાઇન પ્રક્રિયા અરજી કરવા માટે શરૂ કરવામાં આવેલ છે જેથી બાકી રહેતા પસંદગી નંબર મેળવવા માંગતા અરજદારો “સીલ્વર” તથા “ગોલ્ડન” નંબર માટે ઓનલાઇન અરજી કરી શકશે અને GJ-12-DM, GJ-12-DS, GJ-12-EE સીરીઝમાં બાકી રહેતા “સીલ્વર” અને “ગોલ્ડન” નંબરમાં પણ પસંદગીના નંબર મેળવવા માંગતા વાહન માલિકોએ ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૦૧/૦૩/૨૦૨૧ થી તા.૦૮/૦૩/૨૦૨૧ અને ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૦૯/૦૩/૨૦૨૧ થી તા.૧૧/૦૩/૨૦૨૧ બપોરના ૨.૦૦ વાગ્યા સુધી તેમજ ઈ-ઓકશનનું પરિણામ તા.૧૧/૦૩/૨૦૨૧ના બપોરના ૩.૦૦ વાગ્યા પછી જાહેર થશે. આ ઈ-ઓકશનમાં ભાગ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *