36મી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ટીમે પાંચ પદકો જીત્યા
સુરત ખાતે યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ટીમે પાંચ પદકો જીત્યા જેમાં 3 સુવર્ણ અને 2 કાંસ્ય પદકનો સમાવેશ થાય છે. મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં હરમિત દેસાઇએ સુવર્ણ પદક અને મિક્સ ડબલ્સમાં સ્પર્ધામાં માનુષ ઉત્પલ શાહ અને કૃત્વિકા સિન્હા રોયની જોડીએ સુવર્ણ પદક જીત્યો છે. પુરુષ સિંગલ ફાઇનલમાં ગુજરાતની ટીમના સુરતના હરમિત દેસાઈએ હરિયાણાના સૌમ્યજીત ઘોષને 4-0 થી હરાવ્યો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જીતેલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 20મી સપ્ટેમ્બરથી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી 36 નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની આજે પૂર્ણાહુતિ થઈ હતી.