દ્વારકા જગત મંદિરના દ્વાર ત્રણ દિવસ માટે બંધ; ભક્તજનો માટે ઓનલાઇન દર્શન ચાલુ

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા દ્વારકા મંદિરના દ્વાર ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યા, ફૂલડોલ ઉત્સવ પણ માત્ર પૂજારી પરિવારની હાજરીમાં જ મનાવાશે
આજથી ગુજરાતની ઉત્સવ પ્રિય અને ધર્મનગરી એવી દ્વારકામાં જગત મંદિરના દ્વાર ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે. રાજ્યભરમાં કોરોના મહામારીના સંક્રમણ ફરીથી વધી રહ્યું છે ત્યારે આ સંક્રમણને અટકાવવા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દ્વારકાધીશના મંદિર બંધ સાથે સાથે આગમી ફૂલડોળ ઉત્સવની ઉજવણી પણ ભક્તજનો માટે બંધ રાખવામાં આવી છે. આ અંગે વાત કરતા દ્વારકાધીશ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, ભક્તજનો dwarkadhish.org વેબસાઇટ પર જઇને દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે છે. આ જગત મંદિરમાં આગામી રવિવારે ફૂલડોલ ઉત્સવ પણ માત્ર પૂજારી પરિવાર દ્વારા ભગવાન સમક્ષ સાદાઈથી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *