
અમદાવાદ આ વર્ષે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થશે. જેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે, જ્યારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં આજ મેદાન પર 4 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ બે મેચ રમાઈ હતી. આ સિવાય બન્ને દેશો વચ્ચે 5 મેચની T-20 સિરીઝ પણ આજ મેદાનમાં રમાવાની છે.