The Family Man 2 નો પોસ્ટર થયું રિલીઝ

બોલીવુડ એક્ટર મનોજ વાજપેઇએ વર્ષ 2019માં સીરિઝ ‘ધ ફેમિલિ મેન’ દ્વારા ઓટીટી પ્લેટફૉર્મ પર ડેબ્યૂ કર્યો હતો. આ સીરિઝ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. મનોજ વાજપેઇની ‘ધ ફેમિલી મેન’ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, ઘણાં સમય સુધી ચર્ચામાં રહી હતી અને લોકો આતુરતાથી આ વેબસીરિઝની રાહ જોઇ રહ્યા હતા કે આની સીઝન 2 ક્યારે આવશે. તો ચાહકોનો આ ઇંતેજાર ખતમ થવાનો છે, કારણકે ‘ફેમિલી મેન 2’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
એમેઝૉન પ્રાઇમ વીડિયોએ આજે ‘ધ ફેમિલી મેન’ સીઝન 2નો પહેલો પોસ્ટર રિલીઝ કરી દીધો છે. આ પોસ્ટરમાં 2021ના સમય સાથે એક ટાઇમ બૉમ્બની તસવીર દેખાઇ રહી છે જેની ઉપર બે હાથ દેખાઇ રહ્યા છે. જે તે ટાઇમ બૉમ્બ પર ટેપ લગાડી રહ્યા છે. ટાઇમ બૉમ્બ પાસે મનોજ વાજપેઇ અને શારિબ હાશમીની એક તસવીર પણ પડી છે. જો કે, પોસ્ટ સાથે ફિલ્મની રિલીઝ ડેટ વિશે કોઇપણ માહિતી આપવામાં આવી નથી, પણ આશા છે કે પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે કે આ વેબ સીરિઝ પણ ટૂંક સમયમાં જ દર્શકો સામે હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *