નવી દિલ્હી :વર્ષ 2021-22 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આ માહિતી આપી હતી, આવકવેરા વિભાગે દંડ વિના ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની તારીખ 15 જાન્યુઆરીથી વધારીને 15 ફેબ્રુઆરી, 2022 કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નવા IT પોર્ટલના ઉપયોગમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને સતત તકનીકી ખામીઓને કારણે દંડ વિના ટેક્સ ઓડિટ રિપોર્ટ્સ સબમિટ કરવાની તારીખ 15 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
આ સાથે આ કરદાતાઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ પણ લંબાવીને 15 માર્ચ 2022 કરવામાં આવી છે.કરદાતાઓ માટે ટેક્સ ઓડિટ રિપોર્ટનું ઓડિટ જરૂરી નથી તેમને કોઈ છૂટ આપવામાં આવી નથી.