સમગ્ર દુનિયામાં ફરી એક વાર કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. ત્યારે રસીકરણ શરૂ થઇ ગયુ એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.

કોરોનાની વેક્સિન લેતા પહેલા ચેતજો ડોક્ટર્સે આપી ભૂલ ન કરવાની ચેતવણી એક જ દિવસે બે રસી ન લેવી જોઇએ

દુઃખાવાની કોઇ દવા ન લેવી જોઇએ
હળવા દુઃખાવાની ફરિયાદ થવા પર લોકો પેઇનકિલર લઇ લેતા હોય છે પરંતુ વેક્સિન લીધાના 24 કલાક પહેલા દવા ન લેવી જોઇએ. ડૉક્ટર્સે કહ્યું કે રસી લીધા બાદ દુઃખાવો થાય તો દવા લઇ શકાય છે. 

દારૂ ન પીવો જોઇએ 
વેક્સિન લગાવ્યા પહેલા અને આલ્કોહોલ ન લો. ડૉક્ટર્સનું કહેવુ છે કે દારુના કારણે ડિહાઇડ્રેશન અને હેંગઓવર થઇ શકે છે અને વેક્સિનને બેઅસર થઇ જાય છે. વેક્સિન લાવ્યા પહેલા ખુબ પાણી પીવાની અને ડાઇડ્રેડ રહેવુ જોઇએ. 

મોડા સુધી ન જાગો
રસી લીધાના એક દીવસ પહેલા મોડા સુધી ન જાગો. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે ઉંઘ પૂરી ન થાય તો શરીરને નુકસાન પહોંચે છે. વ્યવસ્થિત ઉંઘ પૂરી થાય તો વેક્સિન ખુબ સારો રિસપોન્સ આવે છે. 

રસી લીધા બાદ બીજી વેક્સિન ન લેવી 
સામાન્ય રીતે કોઇ પણ બે વેક્સિન એક દિવસે લગાવી શકાય છે પરંતુ કોરોનાના કેસમાં એવુ નથી. જે દિવસે કોરોનાની વેક્સિન લીધી હોય તે દીવસે બીજી કોઇ વેક્સિન ન લેવી જોઇએ. જો કોઇ વેક્સિનલીધેલી છે તો તેના 14 દિવસ પછી જ કોરોનાની વેક્સિન લેવી જોઇએ. 

વેક્સિન લીધા બાદ ઉતાવળ ન કરો 
વેક્સિન લીધા બાદ હોસ્પિટલથી બહાર આવીને ઉતાવળ ન કરો. હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે વેક્સિન લગાવ્યાના 15 મિનીટ સુધી તે જ જગ્યા પર બેસી રહેવુ જોઇએ નહીતર ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *