માંડવી : અહીંની નગર સેવા સદનના સેનિટેશન વિભાગના ચીફ સેનેટરી ઇન્સપેક્ટર મુકેશ ગોહિલ સેવા નિવૃત થતા વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. હેડ કલાર્ક કાનજી શિરોખાના અધ્યક્ષ સ્થાને કર્મચારી મંડળની મળેલ બેઠકમાં સેવા નિવૃત્ત થતા મુકેશ ગોહિલનું મોમેન્ટો, શાલ ઓઢાડી વિદાયમાન આપવામાં આવેલ.
કાર્યકારી મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલે સેવા નિવૃત થઈ રહેલા સેનિટેશન વિભાગના ચીફ ઈન્સપેકટર મુકેશ ગોહિલની સેનિટેશન વિભાગની લગતી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરી અન્ય કર્મચારીઓને પ્રેરણારૂપ કામગીરી કરવા બદલ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે હેડ ક્લાર્કે કાનજી શિરોખા, એકાઉન્ટન્ટ પ્રવિણ સુથાર, ગુ.ધા. ઈન્સપેક્ટર રમેશ ઝાલા, જ્યેશ ભૈદા વગેરેએ મુકેશ ગોહિલની સેનિટેશન વિભાગમાં સફાઈ કામગીરીની વિશેષ નોંધ લઈ તેમના નેતૃત્વ હેઠળ માંડવી શહેરમાં વાર-તહેવારે શહેરને સાફ સૂથરુ રાખવામાં આવતું હતું. લોક ફરિયાદોને પ્રાધાન્ય આપી ત્વરિત નિકાલ લાવતા હતા.
આજે તેઓ સેવા નિવૃત થઈ રહ્યા છે ત્યારે તેમના દીર્ઘ આયુષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ.
વિદાય થઈ રહેલા મુકેશ ગોહિલે જણાવ્યું હતું કે, નગર સેવા સદનમાં સેનિટેશન વિભાગ અતિ જવાબદારી વાળો વિભાગ છે. જે નાગરિકોને માટે સ્પર્શતો વિભાગ છે. દિવસ ઉગેને ફરિયાદ આવે આ ફરિયાદોને સુચારું પાર પાડવા માટે કર્મચારીઓનો સહયોગ પણ અતિ જરૂરી છે. ભૂતકાળમાં કોરોના સમયે શહેરને સ્વચ્છ રાખવા માટે સેનિટેશન વિભાગના કર્મચારીઓએ જે સયોગ આપેલ તે સરાહનીય છે, અને જીવનભર યાદ રહેશે, આ કઠિન પરિસ્થિતિમાં આપણે સૌ સાથે મળી સફાઈ કામગીરી હાથ ધરેલ હતી. વિદાય પછી પણ જ્યારે નગર સેવા સદન મને ગમે ત્યારે કહેશે ત્યારે મારી સેવા આપવા માટે સદાય કટિબધ્ધ રહીશ.
આ કાર્યક્રમમાં હિતેશ કષ્ટા, ધવલ જેઠવા, રાજેશ ગોર, વિનોદ મહેશ્વરી, મેહુલ ભટ્ર, મોહિન કોરેજા, પ્રિતીબેન સંઘવી, અરૂણાબેન ખાનિયા, સિધ્ધી જોષી, કનૈયા ગઢવી, જિતેશ બેનાણી, સાગર મહેશ્વરી, વ્રજેશ મહેશ્વરી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહી ભાવ ભેર શુભેચ્છા પાઠવી હતી.