ફતેગંજ પોલીસ સ્ટેશનમાંથી ફરાર આરોપીની યુપીથી ધરપકડ

વડોદરા :

વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટેલો આરોપી યુપી ખાતે તેના વતનમાં વની વિગતોના આધારે પોલીસે વહેલી સવારે ઝડપી પાડયો છે.

નવાયાર્ડ આશાપુરી ખાતે રહેતા ઈકરાર ખાન પઠાણ સામે એક મહિલાએ અરજી આપતા ફતેગંજ પોલીસે તેની અટકાયત કરી હતી. ઈકરારખાનને રાતે લોકઅપમાં રખાયો હતો અને સવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટે કાગડો તૈયાર કર્યા તે દરમિયાન તેણે ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસ તેણે ટોયલેટ સુધી લઈ ગઈ હતી.

ઇકરાર ખાનને પૂછપરછ માટે ઇન્વેસ્ટિગેશન રૂમમાં લાવવામાં આવ્યો તે દરમિયાન પોલીસની નજર સામે જ તે ભાગી ગયો હતો. પોલીસે બુમરાણ મચાવી પીછો કર્યો હતો તેમ છતા એકરાર ખાન હાથમાં આવ્યો ન હતો. આ બનાવમાં એ.એસ.આઇ રસિકભાઈ તેમજ તેમના રાઇટર રાકેશ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ફતેગંજ પોલીસ ના પીઆઇએ ઈકરારખાન ને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી.જે પૈકીની એક ટીમ યુપીના એટા જિલ્લામાં આવેલા ભરગેન ગામના વતનમાં પહોંચી હતી. પોલીસે વોચ રાખી આજે સવારે ઈકરારખાન ના મકાનમાં દરોડો પાડતા તે પથારીમાં જ પકડાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *