Telangana Plane Crash News : દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા, એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન પ્લેન બન્યું અકસ્માતનો શિકાર
Telangana Plane Crash : તેલંગાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક પ્લેન અકસ્માતમાં 2 પાયલોટના મોત થયા છે. આ અકસ્માત ડિંડીગુલમાં થયો હતો. પ્રાથમિક વિગતો મુજબ એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન પ્લેન અકસ્માતનો શિકાર બન્યું છે.
Telangana Plane Crash : સોમવારે સવારે તેલંગાણાના મેડક જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં બે અધિકારીઓ હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના તુપરન મંડલમાં થયો હતો. તેમણે કહ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા. મેડક જિલ્લામાં એરફોર્સનું તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ તાલીમાર્થી વિમાન હૈદરાબાદ-ડિંડીગુલ એરફોર્સનું હતું. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.