Telangana’s control over Hyderabad from today
Telangana / હૈદરાબાદ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની સત્તાવાર સંયુક્ત રાજધાની નહીં ગણાશે. આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 ની કલમ 5(1) પ્રમાણે 2 જૂન, 2024થી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સામાન્ય રાજધાની હશે. આ જ અધિનિયમની કલમ 5(2)માં જણાવ્યું છે કે, હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની રહેશે અને આંધ્રપ્રદેશ માટે એક નવી રાજધાની હશે.
Telangana / આંધ્રપ્રદેશની હજુ સુધી કોઈ કાયમી રાજધાની નથી. અમરાવતી અને વિશાખાપટ્ટનમ અંગે હજુ પણ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આંધ્રપ્રદેશનાના વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, જો હું સત્તામાં બની રહીશ તો વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની બનાવીશ. બીજી તરફ અમરાવતી વિધાનમંડળની બેઠક હશે અને કુરનૂલ ન્યાયિક રાજધાની હશે.
Telangana / આંધ્રપ્રદેશે 2014માં વિભાજન બાદ તરત જ હૈદરાબાદને રાજધાની તરીકે ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ હતું. એક રાજકીય નિરીક્ષકે કહ્યું કે બે તેલુગુ રાજ્યો વચ્ચેનું તાજેતરનું વિભાજન પ્રતીકાત્મક હશે, પરંતુ તે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
Telangana / આજે તેલંગાણા દિવસ
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને આજે યોજાનારા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. રેડ્ડીએ શનિવારે રાજભવન જઈને રાજ્યપાલને 2 જૂનના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિનંતી કરી હતી. તેમની સાથે ડેપ્યુટી સીએમ ભટ્ટી વિક્રમાર્ક પણ હતા. રાજ્ય સરકારે આ કાર્યક્રમના આયોજન માટે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ અને ટેન્ક બંડમાં વિસ્તૃત વ્યવસ્થા કરી છે. કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે.