T20 wc સૂર્યકુમાર યાદવે લીધેલ કેચ અંગે સ્પષ્ટતા
T20 wc ની ફાઈનલમાં ડેવિડ મિલરના બોલનો સૂર્યકુમાર યાદવે કેચ પકડ્યો હતો. આ અંગે વિવાદ થતા SAના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ કોમેન્ટેટર શોન પોલકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, સૂર્યકુમારે મિલરનો જે કેચ કર્યો તે સંપૂર્ણ રીતે ઠીક હતો. તેમાં ક્યાંય કોઈ પ્રકારની કમી નહતી. યાદવે બાઉન્ડ્રી રોપના કુશનને પાછળ હટાવ્યું નહતું. તેમણે યાદવના કેચના વખાણ પણ કર્યા હતા. આ મેચ દરમિયાન શોન પોલક મેદાન પર જ હતા.
#T20WorldCup