મરચા ની તીખાશ સાથે સત્સંગ ની મીઠાશ

શબ્દસંકલન -હસુ ઠક્કર
300 મણ મરચા ની તીખાશ સાથે સત્સંગ ની મીઠાશ છે જે સાત સમંદર પાર પણ જાય છે
ભુજ તા.૬, ખાસ કરીને ગુજરાતીઓ શાકાહારી ફુડ ખાતા હોય છે… એજ પરંપરા કચ્છ થી વિદેશ જતાં હરિભકતો જ્યારે એરલાઇન્સ માં નોન વેજ સાથે વેજ ફુડ ની વ્યવસ્થા હોય છે પણ સામાન્ય રીતે સત્સંગીઓ અને વડીલો વિદેશ જતાં ત્યારે ઘરે થી રોટલી કે થેપ્લા બનાવી લઈ જતાં હોય છે એમની સાથે શાક ની જગ્યાએ શું ખાવું એ એક કોયડો હતો એ સંજોગો માં વર્ષો પહેલાં કચ્છીઓ વિદેશ જતાં ત્યારે સ્વામિનારાયણ મંદિર માંથી આથેલા મરચા અને ગેસીયા લાડું સાથે પ્લેન માં પોતાનું વ્યારું કરી લેતા… વર્ષો થી ચાલતી પ્રથા ને ભુજ સ્વામિનારાયણ મંદિરે આજ પણ કાયમ રાખી દર વર્ષે 300 મણ થી પણ વધારે મરચા લીંબુ અને લીંબુ વાળા પાણી સાથે આથી ને વિદેશ જતાં હરિભકતો નું આ સ્પેશિયલ મેનુ કહી શકાય… આ આથેલા મરચા ની વિશિષ્ટતા એ છે કે આ મરચા કાંચ ની બરણી માં હોયતો બે પાંચ વર્ષ સુધી વગર બગડે એજ સ્વાદ સાથે માણી શકો છો… તેવું મંદિર ના કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી તથા રસોડા ભંડારી કોઠારી સ્વામી શ્રી દિવ્ય સ્વરૂપદાસજી એ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *