સુરતના કતારગામ વિસ્તારમાં લગભગ ત્રણ મહિના પહેલા એક માસૂમ પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાના ગુનામાં દોષિત ઠરેલા 41 વર્ષીય મુકેશ પંચાલને શહેરની જિલ્લા અને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે ડિસેમ્બર 2022માં મૃતક કતારગામમાં કૂતરાને બિસ્કિટ ખવડાવવા ઘરની બહાર નીકળી હતી, જ્યાંથી મુકેશ પંચાલ તેને પોતાની સાથે લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. દર્દથી રડતી માસૂમને શાંત કરવા મુકેશે તેને થપ્પડ મારી અને પોતાના પેન્ટથી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી.
જ્યારે બાળકી ઘરે ન પહોંચી તો માતા-પિતાએ તેની શોધ કરી અને પોલીસને જાણ કરી. આજુબાજુ શોધખોળ કરતાં એક ઘર બંધ મળ્યું હતું, જેમાંથી એક રૂમમાંથી કોથળામાં રાખેલ માસૂમ બાળકીની લાશ મળી આવી હતી.
માસૂમના શરીર પર 9 જગ્યાએ ઘા હતા અને તેના પ્રાઈવેટ પાર્ટમાં કપડા અને ધાતુ નાખવાને કારણે ઊંડા ઘાના નિશાન હતા. જિલ્લા અને સેશન્સ કોર્ટે દોષિત મુકેશ પંચાલને ફાંસીની સજા સંભળાવી છે.
જણાવી દઈએ કે સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં 8 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આમાંથી 6 કેસમાં સુખડવાલા સરકારી વકીલ તરીકે હાજર રહ્યા હતા.