SURAT INTERNATIONAL AIRPORT : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આવેલી મહિલા પાસેથી 1 કરોડથી વધુ કિંમતનો 3.11 કિલો ગાંજો પકડાતા ધરપકડ

SURAT INTERNATIONAL AIRPORT : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આવેલી મહિલા પાસેથી 1 કરોડથી વધુ કિંમતનો 3.11 કિલો ગાંજો પકડાતા ધરપકડ

SURAT  INTERNATIONAL AIRPORT
SURAT INTERNATIONAL AIRPORT

SURAT INTERNATIONAL AIRPORT : સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ધીરે ધીરે ડ્રગ્સ માફિયાઓ માટે નવો કોરિડોર બની રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. હજુ બે દિવસ પહેલા જ મોટી માત્રામાં હાઈબ્રિડ ગાંજો પકડાયા બાદ, ફરી એકવાર કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી કરોડોની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે.

SURAT INTERNATIONAL AIRPORT
SURAT INTERNATIONAL AIRPORT

મુસાફરોની હિલચાલ અને પ્રોફાઇલિંગના આધારે સુરત કસ્ટમ વિભાગ અને AIU (એર ઇન્ટેલિજન્સ યુનિટ) ના અધિકારીઓ એલર્ટ પર હતા. તે દરમિયાન બેંગકોકથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નં. IX-263માં એક મહિલા મુસાફરની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી.

SURAT INTERNATIONAL AIRPORT
SURAT INTERNATIONAL AIRPORT

મહિલાના સામાનની સઘન તપાસ કરતા તેમાંથી 7 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. ફોરેન્સિક પરીક્ષણમાં આ પદાર્થ ‘હાઈડ્રોપોનિક ગાંજો’ હોવાની પુષ્ટિ થઈ હતી.

અધિકારીઓએ કુલ 3,114.15 ગ્રામ (આશરે 3.11 કિલો) ગાંજો કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હાઈડ્રોપોનિક ગાંજાની કિંમત રૂ. 1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે NDPS એક્ટ, 1985ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને મહિલા મુસાફરની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સ કોના માટે લાવવામાં આવ્યું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલા જ સુરત એરપોર્ટ પરથી 6 કરોડથી વધુની કિંમતનો 17 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો, જેમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ વિભાગનું દબાણ વધતા ડ્રગ પેડલરોએ હવે પોતાનો રસ્તો બદલ્યો છે.

તેઓ હવે નશીલા પદાર્થોની હેરાફેરી માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે, જે સુરક્ષા તંત્ર માટે ચિંતાનો વિષય છે. ઉપરાઉપરી બે મોટી ઘટનાઓ સામે આવતા સુરત એરપોર્ટ પર ચેકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *