સુરતમાં 2 લાખના વિદેશી પક્ષીની જોડીની ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઈ

સુરતની અંદર બે મોંઘા વિદેશી પોપટની ચોરી કોઈ કરી જતા આ મામલે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.  સુરતમાં ક્રાઈમની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે પરંતુ આ ઘટનાનો કિસ્સો બિલકુલ અલગ છે. જે સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે છે કેમ કે, સોના, ચાંદી, રુપિયાની લૂંટ થતી હોય છે અન્ય ચીજ વસ્તુઓની ચોરી થતી હોય છે પરંતુ વિદેશી પક્ષીઓની ચોરી મામલે સુરત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એક ખેડૂતના ઘરમાંથી બે લાખ રૂપિયાની કિંમતના વિદેશી પોપટની જોડીની ચોરી થઈ છે. 



સુરતના રાંદેર ગામ અંબાજી ચોકડી પાસે રહેતા ખેડૂત વિશાલ જીતેન્દ્ર પટેલે કે જેઓ તેમની જમીન પર ખેતી કરે છે. તેમની જ્યાં જમીન છે ત્યાં આ વિદેશી પક્ષીઓ રાખતા હતા. તેમને વિદેશી પક્ષીઓ પાળવાનો શોખ છે અને વર્ષ 2014માં તેમણે કોલકાતાથી સકાર લેટ મકાઉ પોપટની જોડી ખરીદી હતી અને તેઓ સુરત લાવ્યા. તે છેલ્લા 8 વર્ષથી પોપટની આ જોડીને ઉછેરતા હતો. તેમણે પોતાના બગીચામાં ઘણાં વિવિધ વિદેશી પક્ષીઓ અને આઠ પાલતુ કૂતરાં પણ રાખ્યાં હતાં.

પરંતુ આ પક્ષીઓને કોઈની નજર લાગી ગઈ છે. લોખંડની જાળી કાપીને 2 લાખની કિંમતના પોપટ ચોરી ગયા હતા જેથી ફરીયાદના આધારે આ ઘટનાની તપાસ ચાલી રહી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ વાડીના અલગ રૂમમાં લોખંડની જાળી કાપીને 2 લાખની કિંમતનો પોપટ ચોરી ગયો હતો. અજાણ્યા લોકો આ પોપટની જોડી ચોરી કરીને ભાગી ગયા હતા. અમે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદ નોંધાતા હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *