સુરત જિલ્લાના ઓલપાલ પો.સ્ટે.ના NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

સુરત જિલ્લાના ઓલપાલ પો.સ્ટે.ના NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતા આરોપીઓ ઉપર વોચ રાખી, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૪૨૨૨૦૮૧૮/ ૨૦૨૨, NDPC કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીને ગઇ કાલ તા.૩૦/૦૯/ર૦રર ના રોજ ખાંભા તાલુકાના મોટા બારમણ ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી, ઓલપાડ પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે

પકડાયેલ આરોપીની વિગતઃ
ભયલુભાઇ નારૂભાઇ ખુમાણ, ઉં.વ.૪૨, રહે.મોટા બારમણ, તા.ખાંભા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *