કોણ છે ઈરફાન ફારુક ઉમરેજી : મુંબઈ એરપોર્ટથી સુરત ક્રાઇમબ્રાંચની ટીમે કરી ધરપકડ

કોણ છે ઈરફાન ફારુક ઉમરેજી : મુંબઈ એરપોર્ટ થી સુરત ક્રાઇમબ્રાંચની ટીમે કરી ધરપકડ સુરતના લોકો સાથે કબૂતરબાજી કરનારો ઝડપાયો

સુરતમાં દિવસે ને દિવસે અનેક ગુનાહિત ઘટના ઓ બંટી હોય છે તેમાં કેટલાક તત્વો તો જાણે પોલીસના ડર વગર સતત ગુના ને અંજામ આપી રહ્યા હોય ત્યારે પોલીસ ની પણ શાખ ખરડાઈ હોય તેમ સામે આવતા સુરત પોલીસ દ્વારા આવા તત્વોને પકડવા માટે ખાસ મહેનત શરુ કરી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે.

સુરતના લોકોને અબ્રોટ એટલે વિદેશ લઇ જવાનું કહી ને લોભામણી ઇસકીમો આપી ફ્રોડ કરવામાં આવ્યા ની ફરિયાદ મળતા સુરત ક્રાઇમબ્રાંચની ટીમ એકશનમાં આવી ગઈ જઈને કામે લાગી ગયા હતા જ્યાં સુરતના લોકો કબૂતરબાજી કરનારો શખ્સ જે કેનેડા અને અમેરિકા જેવા મોટા દેશમાં લઈજવાની લાલચ આપી અંદાજે ૩૦ થી વધુ લોકો ને એક બે રૂપિયા કે હજારો નહિ પરંતુ 6.50  કરોડથી વધુ ની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.

સુરતના લોકો ને કબુતરબાજી કરનાર નબીરા એવો આરોપી ઈરફાન ફારુખ ઉમેરજી નામના આરોપી ને સુરત ક્રાઇમબ્રાંચની ટીમેં મુબઈ એરપોર્ટ ઉપર થી ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી. જ્યાં આ આરોપી ફારુખ ની ધરપકડ સાથે પોલીસે વધુ પૂછ પરછ શરુ કરી છે ત્યારે હવે આ ગુનામાં કોણ કોણ સામેલ છે અને આના તાર ક્યા સુધી જોડાયેલા છે તે હવે પોલીસની વધુ તપાસમાં સામે આવશે.

જ્યાં મહત્વનું છે કે આ પહેલા પણ સુરત માં થીજ કેનેડા જવાના નામે વિઝામાં શહેરના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી માં હતી. ત્યારે હવે આરોપી ફારુખ ઝડપાયો છે તો કેવા ખોલાસાઓ થાય છે તે હવે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *