Surat : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવાવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે, અમારી સિગ્નેચર નથી. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. જોકે, કલેક્ટરે નિલેશ કુંભાણીને આજે સાંજના 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી રહી છે.
આ અંગે સુરતના (Surat) ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે, કોંગ્રેસના ઉમેદવારના ત્રણ ટેકેદાર સામે ફરિયાદ કરી છે. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરશભાઈ પડસાળાએ ફોર્મ ભર્યું છે. અને જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત (Surat) બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે. સુરત લોકસભા બેઠક ઉપર કુલ 24 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસની સાથે બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગ્લોબલ રીપબ્લિકન પાર્ટીન, લોગ પાર્ટી, બહુજન રીપ્લબિકન સોશિયલિસ્ટ પાર્ટી અને ચાર અપક્ષમાંથી ફોર્મ ભરાયા છે.
Surat : અમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ખામી નથી
નિલેશ કુંભાણી જણાવ્યું હતું કે, અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. સતત ફોન આવતા કે, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. અહીં કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી. કલેક્ટરે અમને 4 વાગ્યે આવો એવું કહ્યું છે. પછી જે કાંઈ હશે એ માહિતી આપીશું. અમને કોઈ વસ્તુ કહેવામાં આવી નથી. મીડિયા દ્વારા ફોન આવે છે કે, તમારા ફોર્મમાં શુ પ્રોબ્લેમ છે. અમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ખામી નથી. ટેકેદારો પણ અમારી સાથે છે.