Surat : આઈસ્ક્રીમ ખાધા બાદ સુરતમાં 3 બાળકોના મોત, એકની હાલત ગંભીર, કારણ હજુ અકબંધ
Surat : સુરતના સચિન પાલી ગામે 3 બાળકોના મોત નિપજ્યા હતા. જેમાં શહેરના પાલી ગામે આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકોના મોત થયા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત રાત્રિએ બાળકોએ આઈસ્ક્રીમ ખાધા હતા. જે બાદ 3 બાળકોના મોત થયા. આ ઘટનામાં સચિન પાલી ગામે 4 બાળકોએ એક સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. અને હાલ અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો:કચ્ની પ્રખ્યાત બાંધણી કલાને જીઆઇ GI થી મળી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ
સમગ્ર ઘટનામાં ગંભીર હાલતમાં બાળકને સુરત સિવિલમાં સારવાર માટે દાખલ કરાયું છે. ત્યારે હાલ 3 બાળકોના આ કારણે મોત નિપજતા ગામમા શોકનો માહોલ ફેલાયો છે. ઉપરાંત આઇસ્ક્રીમ વેચનારની સામે પણ લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો.