સર્વાઇકલ દર્દથી પીડાવો છો? તો આ ઘરેલું ઉપાયોથી તરત મેળવો રાહત

સર્વાઇકલ દર્દ વ્યક્તિને હેરાન-પરેશાન કરી દે છે. આમ, જો તમે પણ આ દર્દથી કંટાળી ગયા છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

ડાયાબિટીસ, મોટાપા, થાઇરોઇડ, યુરિક એસિડ જેવી બીમારીઓથી આજકાલ અનેક લોકો પીડાતા હોય છે. ખાસ કરીને સર્વાઇકલ દર્દથી અનેક લોકો કંટાળી જતા હોય છે. સર્વાઇકલ દર્દ ખાસ કરીને ગરદનમાં થાય છે. ઘણી વાર તો એ વાતની જાણ પણ નથી થતી કે સામાન્ય દુખાવો ક્યારે સર્વાઇકલ દર્દમાં બદલાઇ જાય છે. આ દર્દમાંથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓ લેતા હોય છે, પરંતુ ઘણી વાર આ દવાઓ પણ કામ કરતી હોતી નથી. આમ, જો તમે સર્વાઇકલ દર્દમાંથી રાહત મેળવવા આ ઘરેલું નુસ્ખાઓ અજમાવો છો તો તમને રાહત થઇ જાય છે.

હળદર

સર્વાઇકલ દર્દમાંથી રાહત મેળવવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદર એક નેચરલ પેઇન કિલરના રૂપમાં કામ કરે છે. આ માટે તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર નાંખો અને પછી દૂધ ઉકાળી લો. ત્યારબાદ દૂધને ઠંડુ કરી લો અને એમાં મધ મિક્સ કરો. આ દૂધ તમે દિવસમાં બે વાર પીવો. આમ કરવાથી તમને ગરદનના દુખાવામાંથી રાહત મળે છે.

લસણ

સર્વાઇકલ પેઇનમાંથી રાહત મેળવવા માટે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે જે તમને અનેક દુખાવા સામે રાહત અપાવે છે. આ માટે તમે સરસિયાનું તેલ લો અને એમાં ફોલીને લસણ નાંખો. ત્યારબાદ આ તેલને બરાબર ઉકાળો. આ તેલને હુંફાળુ તમને જ્યાં દર્દ થાય છે ત્યાં લગાવો અને 5 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી તમને આ પેઇનમાંથી રાહત મળી જશે.

મીઠાના પાણીનો શેક કરો

સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે મીઠાના પાણીનો શેક કરી શકો છો. ઘણી વાર સોજો આવવાને કારણે પણ દુખાવો થતો હોય છે. આ માટે તમે એક લીટર પાણીમાં ½ ચમચી મીઠું નાંખીને ઉકાળો. ત્યારબાદ આ પાણીને ગરમ કરો અને પછી શેક કરવાની થેલીમાં ભરી લો. હવે આ ગરમ પાણીથી તમને જ્યાં દુખાવો થાય છે ત્યાં શેક કરો. આમ કરવાથી તમને રાહત થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *