Suart: બસ નું અકસ્માત ,કારને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી ગઈ

Suart: બસ નું અકસ્માત ,કારને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી ગઈ

Suart:સમયાંતરે બીઆરટીએસ બસ અને સિટી બસના અકસ્માતની ઘટના સર્જાતી રહે છે. આજે સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં સિટી બસ-ચાલકને ખેંચ આવતાં કાર અને બે બાઈકને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બસ બ્રિજ નીચેથી પસાર થઇ રહી હતી. દરમિયાન એકાએક જ આ ઘટના બનતાં લોકો આસપાસના મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બસ એટલી ધડાકાભેર અથડાઈ હતી..

Suart: સિટી બસ દિલ્હી ગેટ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી એ દરમિયાન ઘટના બની હતી. બસે પહેલા હોટલની બાજુમાં ઊભેલી વેગેનાર કારને ટક્કર મારી હતી. કારને પાછળના ભાગે લાગ્યા બાદ બે બાઈકને અડફેટે લઈ બસ સીધી હોટલમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે અત્યારે કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી, પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો છે એ જોતાં અચૂક એક મોટી દુર્ઘટના ટળી એવું ચોક્કસ કહી શકાય છે.

Suart: બેભાન હાલતમાં ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ પર હતી. સ્ટેશન વિસ્તાર પર પહોંચતાં આ ઘટના બની છે. હાલ જાણવા મળ્યું છે કે ડ્રાઇવર બેભાન થઈ ગયો હોવાને કારણે આ ઘટના બની છે. સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક હોવાથી બસ હવે પણ ખૂબ જ ઓછી હતી. કંડકટર સાથે વાત થયા પ્રમાણે બસમાં બેઠેલા પેસેન્જરોને કોઇ ઇજા થઇ નથી. ડ્રાઈવરને બેભાન અવસ્થામાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


બેભાન હાલતમાં ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ પર હતી. સ્ટેશન વિસ્તાર પર પહોંચતાં આ ઘટના બની છે. હાલ જાણવા મળ્યું છે કે ડ્રાઇવર બેભાન થઈ ગયો હોવાને કારણે આ ઘટના બની છે. સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક હોવાથી બસ હવે પણ ખૂબ જ ઓછી હતી. કંડકટર સાથે વાત થયા પ્રમાણે બસમાં બેઠેલા પેસેન્જરોને કોઇ ઇજા થઇ નથી. ડ્રાઈવરને બેભાન અવસ્થામાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *