STUDENT PROTEST FOR ST BUS SERVICE : ભુજ-મુન્દ્રા રૂટ પર નવી બસ શરૂ કરવાની માગણી સાથે વિદ્યાર્થીઓએ કચ્છ યુનિવર્સિટી પાસે બસો અટકાવી

કચ્છ યુનિવર્સિટી નજીક આજે વિદ્યાર્થીઓએ એસટી બસ સેવાની માગણી સાથે આંદોલન કર્યું હતું. કચ્છ જિલ્લા NSUIના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ ત્રણથી ચાર એસટી બસોને રોકી રાખી હતી.
NSUIએ અગાઉ વિદ્યાર્થીઓ માટે બે નવી બસ સેવાઓની માગણી કરી હતી. તેમાંથી એક માગણી સ્વીકારવામાં આવી હતી. પરંતુ બીજી માગણી નકારવામાં આવતા વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

લગભગ એક કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શન બાદ મુન્દ્રા અને ભુજ ડેપોના મેનેજરોએ ત્રણ દિવસમાં નવી બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ રોકી રાખવામાં આવેલી બસોને છૂટી કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ ચેતવણી આપી છે કે, જો ત્રણ દિવસની અંદર નવી બસ સેવા શરૂ નહીં થાય તો ફરીથી આંદોલન કરવામાં આવશે.