STUDENT DIED AFTER BEING HIT BY TRUCK : શીલજ સર્કલ પર ટ્રકની અડફેટે એક્ટિવા લઈને DPS સ્કૂલે જતા તનય પટેલનું SP રિંગ રોડ પાસે મોત, ટ્રકચાલક ફરાર.

STUDENT DIED AFTER BEING HIT BY TRUCK : શીલજ સર્કલ પર ટ્રકની અડફેટે એક્ટિવા લઈને DPS સ્કૂલે જતા તનય પટેલનું SP રિંગ રોડ પાસે મોત, ટ્રકચાલક ફરાર.

STUDENT DIED AFTER BEING HIT BY TRUCK
STUDENT DIED AFTER BEING HIT BY TRUCK

STUDENT DIED AFTER BEING HIT BY TRUCK : અમદાવાદમાં સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત થયું છે. આજે (31 જુલાઈ) સવારે વિદ્યાર્થી સાયન્સ સિટીથી DPS સ્કૂલ તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન શીલજ સર્કલ ખાતે એક ટ્રકચાલકે વિદ્યાર્થીના એક્ટિવાને ટક્કર મારતા વિદ્યાર્થી એક્ટિવા લઈને નીચે પડ્યો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટ્રકચાલક સ્થળે વાહન મુકીને ફરાર થઈ ગયો છે. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. બનાવ અંગેની જાણ થતાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે.

સાયન્સ સિટીમાં રહેતો તનય પટેલ નામનો 18 વર્ષીય વિદ્યાર્થી એક્ટિવા લઈને ઘરેથી DPS બોપલ સ્કૂલ તરફ જતો હતો. તનય એસપી રીંગ રોડ પર આવેલા શીલજ સર્કલ ખાતે પહોંચ્યો, ત્યારે એક ટ્રકચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ તનય એક્ટિવા સાથે જમીન પર પટકાયો હતો, જેના કારણે માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત થતા જ ટ્રકચાલક ટ્રક મૂકીને ત્યાંથી નાસી ગયો હતો.

STUDENT DIED AFTER BEING HIT BY  TRUCK
અકસ્માત સર્જનાર ટ્રક.

STUDENT DIED AFTER BEING HIT BY TRUCK : બનાવની જાણ થતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. જોકે ગંભીર ઇજા થવાના કારણે તનયનું સ્થળ પર જ મોત થયું હતુ. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *