Stock Market : વડાપ્રધાન મોદી સાથે સોમવારે શેર બજારે રચ્યો ઇતિહાસ

Stock Market 

Stock Market : મોદી સરકાર 3.0ની શપથ બાદ શેર બજાર ઐતિહાસિક ટોચે: સેન્સેક્સ 77000ને પાર, નિફ્ટીએ પણ છલાંગ લગાવી

Stock Market : શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કરી

Stock Market : વડાપ્રધાન મોદી સાથે સોમવારે શેર બજારે રચ્યો ઇતિહાસ

Stock Market : શેરબજાર ને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ દેશમાં NDA સરકાર સત્તામાં આવી છે અને PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ તરફ શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો હતો.

Stock Market : વાસ્તવમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કરી હતી. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1618.85 પોઈન્ટ અથવા 2.16 ટકાના ઉછાળા સાથે 76,693.41 પર બંધ થયો.

Stock Market : શેરબજારમાં ઉછાળો ગયા શુક્રવારે ચાલુ રહ્યો હતો અને 77,017ના સ્તરે ખૂલ્યા બાદ સેન્સેક્સે વધુ વેગ પકડ્યો હતો અને 77,079.04ના સ્તરે પહોંચ્યો હતો, જે BSE ઇન્ડેક્સનું નવું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત સાથે જ લગભગ 2196 શેર લીલા નિશાન પર ઉછાળા સાથે ખુલ્યા હતા જ્યારે 452 કંપનીઓના શેર લાલ નિશાન પર ઘટાડા સાથે ખુલ્યા હતા. 148 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *