જામ્યુકોના સીટી ઇજનેરને ભવ્ય અને અભૂતપુર્વ નિવૃતિ માન આપતા સ્ટાફ

પુષ્પ પાખડીઓ પર પગલા કરાવી સુખી અને દીર્ઘ જીવન શુભકામનાઓ પાઠવતા અધીકારીઓ કર્મચારીઓ
કોઇ મેયર કોઇ ચેરમેન કોઇ કમીશનર( હા એકાદ બે અધીકારીઓ ચાર પાંચ પદાધીકારીઓને બાદ કરતા)કોઇ અધીકારીને નથી અપાયુ બઢતી બદલી કે રીટાયરમેન્ટનુ આટલુ ભાવનાત્મક સન્માન
જામનગર ( ભરત ભોગાયતા)
મનોમંથન ચાલતુ હોય પરંતુ વ્યવહારમા કામકાજમા જવાબદારીઓમા કે નિર્ણય લેવામા તે અડચણ રૂપ ન થાય ઉલટુ તેના પરીપાક રૂપે શ્રેષ્ત્રમ અને નવનીત સમાન કલ્પના સાકાર કરવાનુ બળ મળે છે તેવુ જ કઇક પોતાની સાડાત્રણ દાયકાની નોકરીની સફરમા સીટી એન્જીનિયર શૈલેષ જોશી એ પ્રસ્થાપીત કર્યુ છે તમામ મહત્વની જવાબદારી સુપેરે નિભાવવાનુ સંતુલન કેળવવાની તેમની શૈલીથી તેઓ પદાધીકારીઓ ઉચ્ચ અધીકારીઓ અને સાથી ટીમના અધીકારીઓ કર્મચારીઓમા હંમેશા લોકપ્રિય પ્રિતીપાત્ર આદર્શ અને પ્રેરણારૂપ રહેનાર એસ.એસ.જોશી ક્યારેય પોતાના કામની સતાની જવાબદારી કે મર્યાદા ચુક્યા નથી અને ધીરજ પુર્વક સૌની સાથે સાતત્ય જાળવી રાખ્યુ હતુ તે અન્ય સ્ટાફમાટે માર્ગદર્શક છે તો વખતો વખત કમીશનરો ડેપ્યુટી કમીશનરો મેયરો ચેરમેનો વગેરે જે જે પારખુ હતા અને છે તે સૌએ તેમને બિરદાવ્યા પણ છે
સિવીલ શાખા જેવુ નેટવર્ક જેનાથી નાના મોટા સીમેન્ટ ડામર આસફાલ્ટ રોડનુ ૭૦૦ કી.મી.જેટલુ નેટવર્ક ગાર્ડન શાખામા ધરમુળથી સુધારો વોટર વર્કસમા શહેરના ૧૨૫ ચો.કીમી. ( વધતા વધતા થયેલો મોટો એરીયા)માં પાણી પુરૂપાડવાનુ આયોજન તો વળી ટાઉનપ્લાનીંગ મા પારદર્શી નિર્ણયો અને વિકાસ યોજના સાથે નુ ટાઉન પ્લાનીંગ સ્કીમની ઝીણવટભરી કામગીરી તેમજ લાઇટ શાખા દ્વારા નગરમા ઉજાસ પાથરવા તેમજ રેલવે ઓવરબ્રીજ અંડરબ્રીજ ટેકનોલોજીના ઉપયોગ સાથે અને જરૂરીયાત ને ધ્યાને લઇ હજુ શુ કરવુ ઘટે તેના અવિરત પ્રોજેક્ટ ના પ્લાનીંગ સહિત ની શૈલેષ જોશી ની અનેક વિધ લેન્ડ માર્ક સમાન કામગીરી રહી જેમા દરેક મા તેમના સ્વભાવ વિઝન અને સમર્પિતતાના કારણે વહીવટીપાંખ અને સતાધારી પાંખોનો દર વખતે સહયોગ મળી રહ્યો તો સ્ટાફમા સહજરૂપે આજ્ઞાંકિતતા પ્રમાણીકતા અને કામ પ્રત્યેની નિષ્ઠા નુ સિંચન તેમની માર્ગદર્શનરૂપ ફરજ થી અવિરત થતુ રહ્યુ માટે તો સૌ એ અભૂતપુર્વ વિદાયમાન આપી પુષ્પ પાખડીઓ ની પગદંડી બનાવી સુખમય નિવૃતિ સમયની ખોબલે ખોબલે શુભકામનાઓ પાઠવી હતી તેમજ ખાસ કરીને સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમા શૈલેષ જોશીને ખાસ શુભેચ્છાઓ પાઠવી મેયર બીનાબેન ચેરમેન મનીષભાઇ સહિત સૌ એ તેમની કામગીરીને બિરદાવી હતી
તળાવની પાળ ને નઝરાણુ બનાવવા બ્યુટીફીકેશન પ્રોજેક્ટ ખંભાળીયા ગેઇટ ને જોવા જેવો ઘરેણા સમાન બનાવવો તો ઐતિહાસીક ધરોહરો જાળવવી રાજવીઓની અને મહાનુભાવોની પ્રતિમાઓ ને મોભા રૂપ જાળવવા આયોજન કરવુ ઐતિહાસીક ભુજિયા કોઠાનુ નવીનીકરણ એમ અનેકવિધ હેરીટેજ વર્ક માટેની તેમની આગવી સુઝ સાથે નગરજનોની સુખાકારી માટેની તેમના કાર્યક્ષેત્રના દરેક વિભાગમા કામગીરી જોતા સહેજે ફલિત થાય કે હંમેશા એકધારૂ સુઝબુઝ અને લાંબા ગાળાનુ આયોજન કરવાની તેમની માસ્ટરી એ ઇનબિલ્ટ વર્ચ્યુ રહ્યો હતો
સ્થાનીક સ્વરાજ્ય ની સંસ્થાઓમા સમગ્ર સીસ્ટમ અઘોષીત રીતે ત્રણ વિભાગમા વહે્ચાયેલી હોય છે એક તો સતાધારી પાંખ બીજી વહીવટી પાંખ અને ત્રીજુ વિપક્ષ ( જો તેમા અભ્યાસુઓ હોય તો તો વિરોધ પણ સકારાત્મક બની જાય…..)એમ ત્રણેય વચ્ચે સંવાદિત તા કેળવવી અને છતાય ઘર્ષણ નહી ઉપાય કરવો હકારાત્મક ઉકેલ લાવવો તે કોઠાસુઝ એ આ સીટી એન્જીનિયરને વધુ સફળ બનાવ્યા હતા જે પ્રસંશનીય હોવાનુ પણ આ સમગ્ર સમીક્ષા ના મુદાઓ સાથે સાથે વિશ્ર્લેષકોનુ તારણ નીકળ્યુ છે
મહત્વકાંક્ષા કોને ન હોય??? પરંતુ અમુક પોસ્ટ હોદો ગણો તો રૂપાળો લાગે વજનદાર વગદાર અને વહીવટી રીતે મોભાદાર લાગે પરંતુ તે નિભાવવુ કપરૂ હોય છે તે બાબત તેમાથી ગો થ્રુ થયા હોય તે જ અનુભવી શક્યા હોય છે તેવીજ રીતે શૈલેષ જોશી અનેકવખત સા્ગોપાંગ નીકળી વધુ ને વધુ સફળ બનતા રહ્યા હતા
સોશ્યલમીડીયાના આક્રમણ સમાન ફેલાવા પ્રિન્ટ મીડીયા ઇલેક્ટ્રોનીક મીડીયા તેમજ બ્રેકીંગ મીડીયાના આ યુગમા એક ઉચ્ચ નેતા કે ઉચ્ચ અધીકારીએ ખુબ જ જાગૃત રહેવુ પડે કેમકે તેમના જાહેરજીવનની સમીક્ષા થતી હોય લોકો પણ તેમાથી શીખતા હોય મુલ્યાંકન પણ કરતા હોય તો કસોટી પણ કરતા હોય છે છતાય વિચલીત ન થવુ તે સિદ્ધી કોક વિરલા જ કેળવી શકે અને જલકમલવત રહી સ્પષ્ટ કર્તા અને સ્પષ્ટ વક્તા બની રહેતા હોય છે ત્યારે જામનગર કોર્પોરેશન ના નિવૃત સીટી એન્જીનિયર શૈલેષ જોશીએ આ બાબત સહિત સફળ અધીકારી અને કુશળ ઇજનેર જેને શીલ્પી પણ કહી શકાય તે બાબત ને ઉજાગર કરી વ્યવહારમા વણી નગરજનો ની સેવા કરવાની જે નેમ રાખી હતી તે વિસ્મૃતિ જનક નથી તેમ પણ કોર્પરેશન ના જાણકારો અને નગરના અનેક અગ્રણીઓ ડેવલપરો વેપારીઓ સંસ્થાઓ વગેરે સહિત ખુબ બહોળા પ્રમાણમા નગરજનો નો અભિપ્રાય છે માટે જ તેમને જે રીતે અભૂતપુર્વ વિદાયમાન અપાયુ તે સ્તુત્ય છે
@વિદાય વખતે મિલન…….
પ્રસિદ્ધ દાર્શનીક ખલીલ જિબ્રાન ના ધ પ્રોફેટ પુસ્તકમા જીવન ના મહત્વના પડાવ અંગે સંવાદના સ્વરૂપમા તત્વ પ્રકાશીત કર્યુ છે તેમા એક વિદાય કાર્ય વખતે એવુ પણ લખ્યુ છે કે shall the day of parting be the day of gathering??? તેવુ જ અહી થયુ છે બીજુ કે વોર્મ વેલકમ ઘણા યોજાય છે પરંતુ વોર્મ વિદાયમાન એ વ્યક્તિત્વની સુવાસ દર્શાવે છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી તેમ પણ સૌ સ્ટાફનો ઉમળકો જોનારા જાણનારાઓનો અભિપ્રાય છે
નોંધ::: સમગ્ર ઇવેન્ટ ને સિવિલ શાખાના મિલન ઝવેરી એ કચકડે કંડારી કાયમી સંભારણુ બનાવ્યુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *